Gujarat Guardian Daily News Paper is Cheater

Location/place: SURAT

Name of company/service: Gujarat Guardian Daily News Paper

ન્યાય, સત્ય અને જ્ઞાનની વાતો કરતુ ગુજરાત ગાર્ડિયન (દૈનિક અખબાર) રોજે રોજ લોકો સાથે છેતરપીંડી કરી રહ્યું છે, દોઢ થી બે મહિના અગાઉ એડવર્તાઈઝ અને પ્રમોશન કરીને લોકોના ઘેર ઘેર જઈને પૈસા ઉઘરાવીને પોતાના ખિસ્સા ભરી રહેલું ગુજરાત ગાર્ડિયન લોકો સાથે છેતરપીંડી કરી રહ્યું છે, પૈસા ઉઘરાવતી વખતે લોકોને ગાર્ડિયન ના કાર્યકરો લોકોને ખોટા ભરમાવીને પૈસા પડાવી લે છે અને ખોટા વાયદાઓ આપી દે છે કે માત્ર નવસો નવ્વાણું રૂપિયામાં આખા વર્ષ દરમિયાન તમને પેપર ઘેર બેઠા પ્રાપ્ત થશે, અને પૈસા લઇ ગયા બાદ કોઈ વ્યક્તિ પેપર આપવા માટે આવતું નથી અને જયારે ગ્રાહક આ બાબતે ગુજરાત ગાર્ડિયન કંપનીમાં ફોન કરીને જાણ કરે છે ત્યારે ત્યાના ટેલીફોન ઓપરેટર એવો જવાબ આપે છે કે તમારે પેપર માટે તમારા ફેરિયાને જાણ કરવી પડશે, અથવા તો અમારા ફેરિયા તમારે ત્યાં પેપર પહોચતું કરશે, આમ છતાં પેપર નથી પહોચતું અને ગ્રાહક રોજેરોજ કંપનીના લેન્દ્લાઇન પર ફોન કરીને જાણ કરે છે એને રોજે ફોન પર પાંચ થી સાત રૂપિયા ખર્ચી નાખે છે તેમ છતાં તેમની કોઈ દરકાર સાંભળતું નથી, છેવટે ગ્રાહક ઉપરી અધિકારીને જાણ કરવા માટે ફોન કરે છે ત્યારે ત્યાના ઓપરેટરજ મેનેજર બનીને વાત કરે છે અને એમના દ્વારા એવું જણાવવામાં આવે છે કે અગર તમારે ઘેર બેઠા પેપર મંગાવવું હોય તો તમારે સર્વિસ ચાર્જ ચૂકવવો પડશે અને અગર આપ સર્વિસ ચાર્જ નહિ ચૂકવો તો તમને પેપર નહિ મળે, આની વિરુધ ગ્રાહક એમ કહે છે કે અગર આ બધા ચાર્જ અમારે જ ચૂકવવાના હોય તો અમારે પેપર નથી જોઈતું, અમને અમારા પૈસા પરત કરી દો, વળતા જવાબમાં કંપનીના માણસો એવું જણાવે છે કે “આ પૈસા નોન રીફન્દેબાલ છે, કંપની તમને પૈસા પરત ચુકવવા માટે બંધાયેલી નથી, તમને પૈસા પરત નહિ મળે તમારે જે થાય તે કરી લ્યો”, આવો જવાબ સાંભળીને ગ્રાહક નાખુશ થાય છે અને હતાશ થઇ જાય છે કેમ કે પ્રેસ અને મીડિયા સામે વાંધો ઉપાડીને કોઈ પોતાના પગ પર કુહાડી નહિ મારે એમ સમજીને ગ્રાહક કોઈ ફરિયાદ કરતા નથી અને આમ દરેક વ્યક્તિ નું શોષણ થાય છે, હું આમાનો જ એક ફરિયાદી છું-લીખીતન વિજય જેરામભાઈ સવાણી :મોબાઈલ નંબર: ૯૬૩૮૧૩૫૨૦૨ ..તારીખ ૨૧-૦૭-૨૦૧૨


Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *